આંચલ, એશોસિએશન ફોર અવેરનેશ ઓફ ન્યટ્રીશન, ચાઇલ્ડ હેલ્થ એન્ડ લર્નીંગ નામની અમારી સંસ્થાને આપની સમક્ષ મુકતાં અમો આનંદ અનુભવીએ છીએ.આંચલ એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત નોન પ્રોફીટેબલ સંસ્થા છે.આંચલ સસ્થાનું નામ એક ભારતિય શબ્દ કે જે માતા દ્વારા પહેરવામા્ં આવતી સાડીનાંં આંચલ(પલ્લુ) ને દર્શાવે છે. બાળકનેે માતાની સાડીનું પલ્લુ-આંચલ એ એક એવું વાતાવરણ પુરું પાડે છે કે જેમાં બાળક હુંફ,મોકળાશ અને સલામતી અનુભવે છે.ભારતમાં સાંસ્ક્રુતિક રીતે મહિલાઓ દ્વારા સાડી પહેરવામાં આવે છે, અને પલ્લુ સાડીનો આગળનો ખુલ્લો ભાગ હોય છે જેનો દરેક માતાઓ પોતાનાં નાના બાળકને સૂરજનાં તાપથી બચાવવા માટે ઉપયોગ કરે છે.તથા જ્યારે બાળકને પોતાનું દૂધ પિવડાવે છે ત્યારે બાળકને પોતાનાં પલ્લુથી ઢાંકીને હુંફ આપીને દૂધ પિવડાવે છે. અને તેથી આંચલ-પલ્લુ એ બાળકને એક સલામતી અને હૂંફ આપવાનું પ્રતિક છે.
ઘણી વખત વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકોનાં માતા-પિતા તરીકે તમે એ વિચારીને હતાશા અનુભવો છો કે બાળકને વિચારશીલ અને ઉત્સાહિત બનાવવા માટૈ કંઇક કરવાની જરૂર છે પરંતુ શું કરવું તે ખબર નથી. તમે તમારા બાળકને મદદગાર થવા પ્રયત્ન કરો પરંતુ તે માટેનાં નવા રસ્તાઓ, વિચારો અને સંશાધનો કે જે દ્વારા તમે તમારા બાળકનાં જીવનમાં બદલાવ લાવી શકાય તે પ્રાપ્ત કરવામાં પાછા પડો અને એકલતા અનુભવો તથા નાહિંમત થાઓ. તેવા સમયે અમે આંચલ સંસ્થા દ્વારા આપને આવી મુંઝવણોમાંથી બહાર આવવા માટે મદદકર્તા બનીશું અને તમારા બાળકનાં ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માટે મદદ કરીશું
આંચલ દ્વારા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકોને અમે હસતાં ,રમતાં અને વિકસતાં જોવા માંગીએ છીએ. આપનું બાળક નવું નવું શીખે અને વિકસેે તે માટે અમે માતા-પિતા તથા કાળજી લેનાર સાથે કામ કરવા માંગીએ છીએ,
આંચલનાં ધ્યેયઃ