ACDS (આંચલ બાળવિકાસલક્ષી સેવા) બાળકોના એક અથવા એક કરતાં વધારે ક્ષેામાં વિકાસ માટે સંબંધિત સેવા આપવાની આંચલ સંસ્થાની સેવા છે. જેમાં બાળકોના સ્નાયુઓના સંયોજનથી થતા કાર્યો કરવાની આવડત, રમત અને સફલ પારસ્પરિક ક્રિયા અંગેની સેવા આપશે. આંચલ બાળવિકાસલક્ષી સેવા ACDS શિસ્તબધ્ધ અભિગમ દ્વારા બાળકોના વિકાસ માટે માહિતી, પરામર્શ અને મૂલ્યાંકન દ્વારા સેવા આપશે.
ACDS આંચલ બાળવિકાસલક્ષી સેવા) જે બાળકોના એક અથવા એક કરતાં વધુ ક્ષેામાં વિકાસ માટે સંબંધિત સેવા પ્રદાન કરશે. જેમાં બાળકોના સ્નાયુઓના સંયોજનથી થતા કાર્યો કરવાની આવડત, વાણી અને ભાષાની આવડત તેમજ સામાજિક આવડત, રમત અને પારસ્પરિક ક્રિયા અંગેની સેવા આપશે,.
ACDS વિવિધ શિસ્તબધ્ધ અભિગમ દ્વારા શારિરીક અને માનસિક વિકાસના તબકકામાં વિલંબ ધરાવનાર બાળકોના વિકાસ માટે માહિતી પરામર્શ, મૂલ્યાંકન અને અન્ય નિષ્ણાંતને ત્યાં નિદાન, સારવાર માટે મોકલશે. અચ્ડસ્ માં એકાકી અલગ દ્રષ્ટિથી જોતા નથી અમે બાળકોના વિકાસને સર્વગ્રહી દ્રષ્ટિથી જોઇએ છીએ.તેની સાથે સાથે અમે બાળકની સારવાર સાથે સંકળાયેલા ડોક્ટરો, તજજ્ઞો, વાલીઓ, થેરાપીસ્ટો અને નિષ્ણાંત શિક્ષકોના માધ્યમથી બાળકોના વિકાસ અંગેની પ્રતિક્રિયા મેળવીએ છીએ. બાળરોગ વિશેષજ્ઞ (પિડિયાટ્રીશીયન), ન્યુરોલોજીસ્ટ (મગજ અને જ્ઞાનતંતૂ રોગના નિષ્ણાંત), ફિઝીયોથેરાપીસ્ટ્રશ, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ્રશ, સ્પીચ થેરાપીસ્ટ્રશ, રેમીડીયલ ટીચીંગ કે ઉપચારાત્મક શિક્ષણ આપનાર નિષ્ણાંતો અને નિષ્ણાંત શિક્ષકો અમારી ટીમના સભ્ય છે.
ACDS ૦ થી ૫ વર્ષના બાળકો સાથે કાર્ય કરે છે. આ સંસ્થા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોના માતાપિતાને પરામર્શક સેવાઓ આપે છે.
વિકાસલક્ષી મૂલ્યાંકન
ACDS બાળકોનુ વિકાસાત્મક મૂલ્યાંકન કરવા માટે અમે પ્રમાણિત પધ્ધતિઓ/સાધનોના ઉપયોગ કરીએ છીએ. તેમાં તે અંગે અમે ભલામણ પણ કરીએ છીએ, મદદ કે માહિતી માટે અન્ય નિષ્ણાંત પાસે પણ મોકલીએ છીએ અને બાળકોની વિકાસાત્મક આવશ્યકતાઓને પૂર્ણ કરવખ માટે વ્યક્તિલક્ષી આયોજન કરીએ છીએ. જેમાં અમે ફિઝીયોથેરાપી, સ્પીચ અને લેંગ્વેજ થેરાપી (વાણી અને ભાષા ઉપચાર), ઓક્યુપેશનલ થેરાપી (વ્યવસાયિક ઉપચાર), પ્લે થેરાપી (રમત ગમત ઉપચાર) અને/અથવા રેમીડીયલ થેરાપી (ઉપચારાત્મક થેરાપી) નો સમાવેશ કરીએ છીએ.
ACDS માતા-પિતાને બાળકોના વિકાસ માટે કેવા પ્રકારની થેરાપીની આવશ્યકતા છે. તેની માહિતી પણ આપે છે. તેમાં અમે થેરાપૂના કેન્દ્વ જે અમદાવાદ અને ગુજરાતમાં ઉપલબ્ધ છે. તેના તજજ્ઞો તેમજ બાળરોગ વિશેષજ્ઞ (પિડિયાટ્રીશીયન) અને શિક્ષણની માહિતી આપીએ છીએ.
ACDS માતાપિતા, નર્સરી, સ્કુલના કર્મચારીઓ તેમજ થેરાપીસ્ટ્રો બાળરોગ વિશેષજ્ઞ (પિડિયાટ્રીશીયન) ના માધ્યમથી બાળકના વિકાસને સતત જોવાનો પ્રયાસ કરીએ છીએ, અને દર છ મહિના પછી બાળકની સતત ચાલનારી થેરાપી અંગે પણ સમીક્ષા કરીએ છીએ અને વર્ષના અંતે પણ વિવિધ નિષ્ણાંતો દ્વારા શિસ્તબધ્ધ મીટીંગ દ્વારા બાળકોની મેડિકલ અને શૌક્ષણિક જરૂરિયાતોની સમીક્ષા કરીએ છીએ.
ACDS ના ભાગ રૂપે અમે વાલીઓ માટે એક શૈક્ષણિક સલાહકાર રાખીશુ. ક્ે જે જુદાજુદા શૈક્ષણિક વિકલ્પો એવા કે જે તેમના બાળક માટે શું યોગ્ય હશે તેની ચર્ચા કરશે. અમે ખાસ જરૂરિયાતવાળા બાળકોના વાલીઓને પ્લેગ્રુપ, નર્સરી અને શાળાઓ વગેરેની માહિતી આપવા માટે પણ કામ કરીશુ.
ACDS વક્તાઓેને સાથે રાખી બાળવિકાસ, પ્રારંભિક દરમિયાનગીરી, ચોક્ક્સ મેડિકલ પરિસ્થિતિ, શીખવામાં પડતી મુશ્કેલીઓ જેવા મુદદ્રાઓ ઉપર ખાસ શૈક્ષણિક વાતચીત અને ચર્ચાનું આયોજન સાંજના સમયે કરશે. અચ્ડસ્ સ્થાનિક, રાષ્ટ૭ીય અને આંતરરાષ્ટ૭ીય થેરેપીસ્ટ,તજજ્ઞૌ, ડૌક્ટર, ન્યુરોલોજીસ્ટ અને શિક્ષકોને વાલીઓ સાથે ચર્ચા કરવા આમાંણ આપશે.
આંચલ બાળવિકાસ મુદદ્રા વિશે લોકોને શિક્ષિત કરવા એક ધનિષ્ટ જાગૃતિ કાર્યકમનું આયોજન કરશે. ACDS જુદાજુદા મુદદ્રાઓ જેવાંકે બાળવિકાસની અડચણો, વિકાસમાં વિલંબ, પ્રારંભિક દરમિયાનગીરી, ઓટિઝમ (અલગ વિશ્વ્વમાં રાચતુ બાળક) વિષેના લેખો અંગ્રેજી અને ગુજરાતી છાપાઓમાં પ્રકાશિત કરવા સંચાર માધ્યમ સાથે જોડાણ કરશે. અમે લોકોને શિક્ષિત કરવા સંચાર માધ્યમોની બીજી પધ્ધતિઓનો પણ આ બાબતે ઉપયોગ વધારીશું્ર્.