આંચલ સંસ્થાને વિખ્યાત અને સમર્પિત વ્યક્તિઓને વહિવટી સમિતિમાં ધરાવવાનો લાભ મળેલ છે. તેઓ પોતાની કાબેલીયત દ્વારા બાળકોના જીવનમાં અને સમાજમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરી રહયાં છે. તેઓનાં નામ ઉપર કલિક કરી તેઓ વિશે અને તેઓ દ્વારા સામાજિક બદલાવ માટે થઇ રહેલ કાર્યો વિશે જાણી શકો છો.
ડો. બિનોદ અગ્રવાલ એક શિક્ષણશાસી છે અને આંતરરાષ્ટ્રિય સ્તરે કમ્યુનિકેશન નિષ્ણાંત તરીકે ખ્યાતિ ધરાવે છે.સૌથી પહેલાં તેઓએ મનુષ્ય વિજ્ઞાનમાં તાલીમ મેળવી, તેઓએ પીએચ.ડીની પદવી યુનિર્વસીટી ઓફ વીસકસીન, મેડીસન, યુ.એસ.એ. માંથી પ્રાપ્ત કરી. તેઓએ ઓવા સ્ટેસ યુનિર્વસીટીની ક્રૃષિ સંસ્થામાં શિક્ષણ આપ્યું અને વિશ્વ્વ પ્રખ્યાત સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલીવીઝન એક્ષપરીમેન્ટ(એસઆઇટીઇ) નાં શામાજિક મુલ્યાંકનમાં જોડાયા અને સંચારણ/પ્રત્યાયન/સંદેશાવ્યવહાર સંશોધન માટેની ગુણવત્તા પદ્વતીનો વિકાસ કર્યો. તેઓની સૌથી પહેલી સહ-લેખક ચોપડી ટેલીવિઝન એન્ડ ઇન્ડિયન ચાઇલ્ડ નું ૧૯૮૭માં યુનિસેફ દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું.તેઓ અલગ અલગ વિાશાખાઓ જેમકે શિક્ષણ, પ્રત્યાયન, સ્થાપત્ય, કલાકારી,અને આયોજનમાં શિક્ષણશાસી, સંશોધક અને પરામર્ષક તરીકેનો ૪૦વર્ષનો અનુભવ ધરાવે છે.તેઓનાં એસિયામાં સંશોધનકાર્ય અને સંશોધનમાં નેતૃત્વ બદલ એમીક ૨૦૦૯માં એવોર્ડ આપવામાં આવ્યો છે.
ડો.અગ્રવાલ દ્વારા ૨૦ જેટલી ચોપડીઓ અને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે ૫૦ જેટલા સંશોધન પેપર સામયિકમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે,અને વિદેશોમાં પ્રવચનો આપ્યાં છે.તેઓ ભારતિય વિાશાખાઓમાં વિવિધ શૈક્ષણિક અભ્યાસ ક્ષેાો જેવાકે સ્થાપત્ય, પ્રત્યાયન, કલાકારી,અને શિક્ષણમા અનુસ્નાતક, સ્નાતક અને પીએચ.ડીના વિાર્થીઓ માટે સલાહકારની ભુમિકા નિભાવે છે.તેઓ ખૂબજ રચનાત્મક લેખક અને સંશોધક છે.
ડો. અગ્રવાલ મુદ્રા ઇન્સ્ટીિટયુટ ઓફ કમ્યુનિકેશન, અમદાવાદ, તાલીમ રીસર્ચ ફાઉન્ડેશન, અમદાવાદ અને હિમગીરી નભ વિશ્વ્વવિાલય (યુનિર્વસીટી ઇન સ્કાય), દહેરાદુનના સ્થાપક નિયામક છે. તેઓને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરની પરિષદો માં વક્તા તરીકે આમંાણ આપવામાં આવે છે.અને તેઓએ બાળકો અને ટેલિવિઝન કે જે વિષય ઉપર તેઓ દ્વારા ઘણું લખવામાં આવ્યું છે, તે વિષય ઉપર વકતવ્ય માટે પણ આમંાણ આપવામાં આવે છે.
શ્રી.નિતીન એસ. પરીખને એકાઇન્ટીંગ ક્ષેામાં ૩૦ વર્ષથી વધુ વર્ષનો અનૂભવ છે. તેઓ એકાન્ટીંગ, ઓડીટીંગ, નાણાંકિય સલાહસૂચનો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં નિષ્ણાંત છે. તેઓએ સરકારી શાખાઓમાં અને અૌૌગિક ગ્રૃહોમાં હિસાબ તપાસનીશ તરીકે કામ કરેલ છે, તથા તેઓ હાલમાં ઘણી બધી બેન્કોની અલગ અલગ પ્રકારની કામગીરી સંભાળી રહેલ છે. તેઓએ બેન્કોનાં જણાવ્યા મુજબ ઘણાં અૌૌગિક એકમોની નાણાકિય પધ્ધતિઓની તપાસનું કામ સંભાળેલ છે.તેઓએ મોટા સરકારી નિગમો, મોટા ટ્રસ્ટ, પબ્લીક શાળાઓ અને ચાર સૌથી મોટી રાષ્ટ્રિય વીમા કંપનીઓનાં હિસાબ તપાસનીશ તરીકે કામગીરી સંભાળી રહયાં છે.તેઓ ગુજરાતનાં ફક્ત એક જ એવા ચાર્ટડ એકાઉન્ટન્ટ છે કે જેઓએ વલ્ડ બેન્ક તરફથી ઓરિસ્સા સરકારનાં સંકલન સલાહકાર તરીકે કામગીરી સંભાળેલ હતી.
તેઓનાં વ્યાવસાયિક કામ ની સાથે, શ્રી પરીખ લાયન્સ ક્લબ કે જે સૌથી મોટી આંતરરાષ્ટ્રિય સામાજિક સંસ્થા તરીકે પ્રખ્યાત છે, તેની સાથે જોડાઇ સ્થાનિક સમુદાયને મદદ કરી સમાજ સેવામાં પોતાનો સમય ફાળવી રહયાં છે.આ ક્લબની મૂખ્ય પ્રવૃત્તિઓ સાથે તેઓ સક્રિય રીતે જોડાયેલા છે અને તેઓ ઘણાં બધા પ્રોજેક્ટમાં વહીવટી કામો માટે અધ્યક્ષ તરીકે જોડાયેલ હતાં
શ્રી પરીખે ઇન્સ્ટીિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઇન્ડિયાનાં કાર્યાલય હોદદેદાર તરીકે વરિષ્ઠ કક્ષાની જવબાદારીઓ ઉઠાવીને પોતાનાં વ્યવસાયિક કાર્યમાં પણ મોટું યોગદાન આપેલ છે..
શ્રીમતિ સ્વાતી અગ્રવાલ એનએમઆઇએમએસ પાનીપતથી એમબીએ કરેલ છે. તેઓ એક્શેલ ઝીનાં સ્થાપક અને નિયામક છે. એક્શેલ ઝી ૩થી ૧૨ ધોરણમાં ભણતા અમેરિકન એટલેકે ભારત દેશની બહારનાં વિાર્થીઓને ઇનટરનેટનાં ઉપયોગથી સીધા પ્રસારણ દ્વારા ભણાવે છે.તેઓ આવા શૈક્ષણિક કાર્યક્રમનાં પ્રણેતા અને સ્થાપક છે.
શ્રીમતિ સ્વાતી અગ્રવાલે અમદાવાદનાં ઇલેક્ટ્રોથમમાં કામ કરેલ છે તથા વિમાન વ્યવહારનાં તાલીમ સેન્ટરમાં પણ કામ કરેલ છે. તેઓ ઇન્ટીરીર ડીસાઇનીંગ અને કપડાઓની ડીસાઇનીંગ અંગેનો બહોળો આંતરરાષ્ટ્રિય અનુભવ ધરાવે છે.
શ્રીમતિ સ્વાતી અગ્રવાલ નાના બાળકોનાં કલ્યાણ માટે ખૂબ લાગણી ધરાવે છે. અને તેઓ આંચલ સંસ્થાને બૌદ્ધિક ટેકો તથા મનોબળ આપે છે. તેઓ અમદાવાદ,ગુજરાતનાં વતની છે અને તેઓએ તેઓનાં જીવનનો મોટો હિસ્સો યુ.એસ.એમાં ઉોગ સાહસિક તરીકે વિતાવ્યો છે. તેઓ આંચલ સંસ્થા માટે નાવિન્યપૂર્ણ દ્રષ્ટિકોણ આપી રહયાં છે.
પ્રો.પ્રેરના મોહિતેને અગાઉથી બાળકોની કાળજી અને શિક્ષણ, માનવ વિકાસના વલણો અને મુદદાઓ,વિશે પૂર્વસ્નાતક અને સ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમોમાં ભણાવવાનો તથા મુલ્યાંકન માપન, બાળકોને શીખવામાં પડતી મુશ્કેલી, સંદેશાવ્યવહાર, બાળકોનાં વિકાસ માટે સલાહ સૂચન અને સંશોધન પધ્ધતિઓ ઉપર સેમનાિરમાં વકતવ્ય આપવાનો ૨૫ વર્ષનો અનૂભવ છે. તેઓ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય કક્ષાનાં વ્યવસાયી સંગઠનો જેવાકે વર્લ્ડ ઓરગેનાઇઝેશન ફોર પ્રી સ્કુલ એજ્યુકેશન, ઇન્ડિયન એશોસિએસન ફોર પ્રી સ્કુલ એજ્યુકેશન, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સ્ટડી ઓફ બિહેવિયરલ ડેવલોપમેન્ટ અને હોમ સાયન્સ એશોસિએસન ઓફ ઇન્ડિયાના સભ્ય છે.
પ્રો. મોહિતે ઘણાં બધા ડોક્ટરેટ અને એમ.ફીલ વિાર્થીઓનાં નિરીક્ષક છે. તેઓને ઘણાં બધા સંશોધન માટે અનુદાન મળ્યાં છે, જેમકે, બાળકોની અગાઉની કાળજી અને વિકાસ અંગેની પરિયોજનાઓનું મુલ્યાંકન, શૈક્ષણિક સામગ્રીનો વિકાસ અને તેનું પરીક્ષણ, બાળકો અને ટેલિવિઝન વગેરે. તેઓ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સામયિકોમાં ખૂબજ સારા લેખક તરીકે પ્રકાશક તરીકેનું નામ ધરાવે છે.શીખવાની ખામી ધરાવતાં બાળકોનું મુલ્યાંકન અને તેઓનાં વિકાસની ચકાસણી, તેઓની મૂળભુત સક્ષમતા અને અલગ-અલગ ઉંમરનાં બાળકોની લખવાની અને વાંચવાની આવડતો તપાસવા માટે તેઓએ વિવિધ સામગ્રીઓનો વિકાસ કર્યો છે,
પ્રો.મોહિતે રાજ્ય કક્ષાએ પણ ખૂબ સક્રિય રીતે જોડાયેલા છે, તેઓ રાજ્યનાં સ્ટેસ રીસોર્સ ગ્રુપ ફોર ડીસ્ટન્સ એજ્યુકેશન તેઓ સ્ટેટ રીસોર્સ ગ્રુપ ઓન જેન્ડર અને એજ્યુકેશનનાં સભ્ય અને સલાહકાર છે. તેઓને રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય છ કક્ષાએ બહુમાન મળ્યાં છે.
શ્રીમતિ પ્રીયા કાલેને પોતાનાં જ્ઞાનને વહેંચવાનો અને બધાને નવું નવું શીખવાડવાની ધગશ છે.તેઓ આ કામ ૩૫ વર્ષથી કરી રહયાં છે. તેઓએ આ કામની શરુઆત ૧૯૭૩ અમદાવાદથી બહેનોને શીવણ અને ભરત-ગુંથણ શીખવાડવાથી કરી. તેઓએ અમદાવાદની વંદના નામની શાળામાં ૧૯૭૪-૭૭ સુધી અંગ્રેજીનાં શિક્ષક તરીકે કામગીરી કરી. .
૧૯૭૭માં બેંગલોર ગયા અને ત્યાં પણ તેઓએ બહેનોને શીવણ અને ભરત-ગુંથણ શીખવાડવાનું ચાલુ કર્યું. તેઓએ ૧૯૭૮-૮૦ દરમિયાન એએસઇ સર્વીસ સેન્ટર દ્વારા ચાલતી શાળામાં બાળકોને અંગ્રેજી શીખવાડયું.તેેઓને શાંભળવામાં મુશ્કેલી અનુભવતાં બહેરા-મુંગા બાળકોને ભણાવવાનો રસ થતાં બહેરા-મુંગા માટેની શૈલા કોટવાલ ઇન્ટિસ્ટિયુટમાં તેઓએ બાળકોને ભણાવ્યું.અહીં તેઓએ આર્ટ-ક્રાફ્ટ, શીવણ અને અંગ્રેજી શીખવાડયું ત્યાં કામ કરતાં કરતાં તેઓએ શાંભળવામાં મુશ્કેલી અનુભવતાં બાળકોને ભણાવવા માટેનો ડીપ્લોમા કોર્ષ પૂર્ણ કર્યો.અને અન્ના મલાઇ યુનિર્વસીટી,ચેન્નાઇ માંથી બી.એડ ની પદવી મેળવી. તેઓએ બહેરા-મુંગા માટેની શૈલા કોટવાલ ઇન્ટિસ્ટિયુટમા ૧૯૮૦-૮૭ સુધી કામ કર્યું. શાંભળવામાં મુશ્કેલી અનુભવતાં બાળકોને અંગ્રેજી ભણાવવા માટે તેઓએ ઉચ્ચારશાસ માટની આવડતોનો વિકાસ કર્યો. અમદાવાદ પાછા આવ્યાં પછી તેઓએ ફરીથી બહેનોને શીવણ અને ભરત-ગુંથણ શીખવાડવાનું કાર્ય ચાલુ કર્યું અને તે લાંબા સમય શુધી ચાલુ રાખ્યું.તેઓએ માઉન્ટ કાર્નેલ શાળામાં પણ શિક્ષક તરીકે કામ કર્યું. તથા તેઓ એ અમદાવાદ અંધ શાળા સાથે દ્રીષ્ટહીન બાળકોને શીખવાડવાનું પણ કામ કર્યું
જ્યારે તેઓ ૧૯૯૪માં પૂનામાં આવ્યાં ત્યારે બાલ કલ્યાણ કેન્દ્રનાં શારિરીક ખોડખાંપણ ધરાવતાં બાળકો સાથે કામ કરવાનું ચાલુ કર્યું અને તેઓને આર્ટસ અને ક્રાફ્ટ શીખવાડયું ત્યારબાદ તેઓએ સ્પ્રીંગદાલે નામની પૂનાની શાળામાં ઉપચારાત્મક શિક્ષક તરીકે કામ કર્યું હતું.તેઓને અંગ્રેજી શીખવવા તરફ રુચી થઇ અને તેઓને ફોરમ્યુલેસિસ એકેડેમી સાથે કામ કરવાનો મોકો મળ્યો.અંગ્રેજી ભાષામાં ઇન્ફરમેશન ટેકનોલોજી શીખવા માટે કેરિયાથી પૂના આવેલ વિાર્થીઓને અંગ્રેજી ભણાવવાનો મોકો તેઓને મળ્યો. ત્યાં તેઓએ બે વર્ષ ભણાવ્યું.તે પછી તેઓએ ઘણાં કોરિયન વિાર્થીઓને અંગ્રેજી બોલતાં શીખવાડયું.
શ્રીમતી શશી ડી ભટ્ટ શ્રીરામ વિાલયના સહ સ્થાપક અને આચાર્ય છે. તેઓને બાળકોનાં શિક્ષણનો બહોળો અનુભવ છે.તેઓ એક કાર્યકુશળ શિક્ષક અને આયોજક છે.અને સ્વતંા રીતે પોતાની શાળા ચલાવે છે.
૧૯૯૫થી તેઓએ તેમની શાળામાં એક વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમ સામાન્ય શૈક્ષણિક કાર્યક્રમની સાથે સફળતા પૂર્વક ચલાવ્યો.આ વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમનો હેતુ શીખવાની ખામીથી પિડાતા વિાર્થીઓ, વર્તણુક્ની સમસ્યાથી પિડાતા વિાર્થીઓકે માનસિક મર્યાદા ધરાવતાં વિાર્થીઓને એક શૈક્ષણિક તક પુરી પાડે છે.વિશિષ્ટ જરુરિયાત ધરાવતાં બાળકોને શામાજિક અને શૈક્ષણિક આવડતોનો વિકાસ કરવા માટે આ એક પ્રયત્ન છે કે જે જે આ વિાર્થીઓને જીવનમાં સ્વતંા રીતે પોતાની જરુરિયાતોને પહોંચી વળવાપગલાઓ લેવા માટે શકિતમાન બનાવે છે.આ પરિયોજનાની શરુઆત ૨૨ નવેમ્બર ૧૯૯૯માં અલ્પ રીતે ફક્ત ૪ વિાર્થીઓ દ્વારા થઇ, ત્યારથી આ કાર્યક્રમ હવે એક મોટા કાર્યક્રમ તરીકે વિકસી રહેલ છે,કે જે ૪૫ વિાર્થીઓને ગુણવત્તા સભર, વ્યક્તિગત શિક્ષણ આપી રહયો છે.
શ્રીમતી શશી ડી ભટ્ટનું ધ્યેય ભારતમાં માનસિક ખામી ધરાવતાં બાળકો માટે જાગ્રૃતિ અને હમદર્દીમાં વધારો કરવાનું છે. વિશિષ્ટ જરુરિયાત ધરાવતાં બાળકો માટેનું જીવન વધુ સરળ બને તેવો રસ્તો ઉભો કરવાની તેઓ આશા રાખે છે. આ શાળામાં માનસિક ખામી ધરાવતાં બાળકોને સામાન્ય બાળકો જેવીજ તકો અને સાથે વિશિષ્ટ ધ્યાન અને કાળજી જેની તેઓને જરૂર છે તે આપવામાં આવે છે. આ બધાની સાથે અૌપચારિક શિક્ષણના મહત્વને અવગણવામાં આવતું નથી કે જે સામાન્ય રીતે આવા બાળકો માટે મહત્વનું ગણવામાં આવતું નથી.
ડો.રાજીવ બટલાએ ૨૦૦૨માં બોપલ અમદાવાદમાં શ્રધ્ધા નામની નવજાત શિશુ અને બાળકોનું દવાખાનું ચાલુ કર્યું છે.છેલ્લા ૮ વર્ષથી તેઓ નવજાત શિશુ અને બાળકોના વિશેષજ્ઞ તરીકે ખાનગી કાર્ય કરી રહયાં છે.બાળકોનું આ દવાખાનું ૧૫ પથારીઓ સાથે દરેક સવલતો ધરાવે છે.
ડો. બટલાએ બી.જે.મેડીકલ કોલેજ,નવી સિવીલ હોસ્પિટલ, અમદાવાદથી ૧૯૯૬માં સ્નાતક (એમ.બી.બી.એસ)ની પદવી લીધી છે.તેઓએ ૨૦૦૦ની સાલમાં તેજ સંસ્થા માંથી અનુસ્નાતક(એમ.ડી.પેડીઆટ્રીક)ની પદવી હાંસિલ કરી છે. તેઓએ ૧૯૯૯, એપ્રિલમાં પેડિઆટ્રીક એડવાન્સ્ડ લાઇફસર્પોટ(પીએએલએસ)નો અભ્યાસ કરેલ છે.અને તેઓને આજ અભ્યાસમાં વધુ આગળ ભણવા માટે ભલામણ કરવામાં આવી હતી.અને તેઓ દ્વારા સફળતા પૂર્વક નવજાત શિશુ માટેનો અગ્રિમ અભ્યાસ ૧૯૯૮ એપ્રિલમાં પૂર્ણ કરવામાં આવ્યો.ચેપી રોગો અને તે માટેનું રસીકરણ વિશે ડો બટલાને વિશેષ રુચી અને રસ છે.
ડો. બટલા અમદાવાદની જાણીતી હોસ્પિટલ જેમકે સાલ હોસ્પિટલ, સ્ટર્લીંગ હોસ્પિટલ, મેડીસર્જ હોસ્પિટલ, સાઇનાથ હોસ્પિટલ મુલાકાતી સલાહકાર, છે.
ડો. શ્રુતિ અગ્રવાલ એક શિક્ષણશાસી છે. તેઓ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકો માટે ઉંડી હમદર્દીની લાગણી ધરાવે છે, છેલ્લા બે વર્ષથી તેઓએ તેમનો સમય થેરપિસ્ટ સાથે રહિને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકનાં જ્ઞાન અને વિકાસનાં સૂક્ષ્માર્થભેદને સમજવા તથા તે સાથે જોડાયેલ સારવાર પાછળ સમર્પિત કરેલ છે. તેઓ માને છે કે દરેક બાળક અલગ હોય છે અને વિશિષ્ટ બાળકોને શિક્ષણ આપવા માટે ફક્ત એક જ રસ્તો અથવા સાચો રસ્તો હોતો નથી. તેઓને ખરેખર શીખતાં, વિકસતાં અને મોટા થતાં તથા એક સ્વતંા વ્યક્તિ બનતાં જોવા હોય તો દરેક બાળકની પ્રવૃત્તિઓને બાળકની જરુરિયાત મુજબ વિકસાવવી / ઘડવી પડે છે. તેઓ માને છે કે વિશિષ્ટ જરુરિયાત ધરાવતાં બાળકોને શિક્ષણ આપવામાં તમારી ધીરજ અને હિંમતની પરિક્ષા છે, પરંતુ તમારી સહનશીલતા અને ક્ષમતા હંમેશા મીઠા પરિણામ આપે છે.
ડો. અગ્રવાલે યુનિર્વસીટી ઓફ ફ્લોરિડા, ગે્રેઇન્સવીલમાંથી પર્યાવરણ શિક્ષણમાં પી એચ.ડી કરેલ છે. ફ્લોરિડા એક દાવાનળલક્ષી વિસ્તાર છેે. ડો. અગ્રવાલનો પીએચ.ડી વિશય આ અંગે સોસાયટીને સમજાવવા તથા રણનિતીઓ વિકસાવવા અંગેનાં શૈક્ષણિક કાર્યકમોની અસરકારકતા તપાસવા માટેેનો હતો. તેઓએ ઘણાં બધા પ્રકાશનોમાં સહ લેખકનું અને સ્થાનિક સમુદાય માટે શૈક્ષણિક સામગ્રીનાં વિકાસનું કામ કરેલ છે. ફ્લોરિડામાં તેઓ દ્વારા કરવામાં આવેલ સંશોધન પહેલાં તેઓે અમદાવાદનાં સેન્ટર ફોર એનર્વાનમેન્ટ એજ્યુકેશન (સીઇઇ) માં કામ કરતાં હતાં જ્યાં તેઓ પર્યાવરણને લગતાં આલગ અલગ વિષયો અંગે બાળકો અને શિક્ષકો માટેનાં શૈક્ષણિક સામગ્રીનાં વિકાસમાં જોડાયેલાં હતાં. તેઓ દ્વારા લખવામાં આવેલ ચોપડીઓ જેમકે, નેચરસ્કોપ ઇન્ડિયા, સ્પોટલાઇટ ઓન સ્પિસિસ ઃ એન્ડેન્જર્ડ એલીફન્ટ ભારતની જુદી જુદી નવ ભાષાઓમાં ભાષાંતરિત કરવામાં આવી છે. ૨૦૦૧નાં ભૂકંપ પછી તેઓએ તેમનાં દોસ્તો સાથે રહી ભૂકંપની અસર હેઠળ આઘાત પામેલ બાળકોને આ આઘાતની અસર માંથી બહાર આવવા માટે મદદ કરેલ હતી.
પર્યાવરણને લગતાં ક્ષેામાં તેઓએ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરનાં સંમેલનોમાં પ્રસ્તુતીકરણો કરેલ છે. તેઓને સંશોધનોમા, કાર્યક્રમો બનાવવામાં અને તેનાં અમલીકરણમાં, પ્રકાશનો લખવામાં, ગ્રાન્ટ મેળવવા માટેની દરખાસ્ત તૈયાર કરવામાં, સમુદાય સુધી કાર્યક્રમોને પહોંચાડવામાં અને અલગ અલગ ક્ષેાોમાં મુલ્યાંકન કાર્યકમો વિકસાવવાનો ઉંડો અનુભવ છે,